સરદારબાગમાં રીનોવેશનના કારણે આવનાર પુસ્તક પરબ ૐ શાંતિ સ્કૂલ, સરદાર બાગ સામે યોજાશેમોરબી : મોરબીની વાંચનપ્રેમી જનતા માટે દર મહિનાના પ્રથમ રવિવારે પુસ્તક પરબનું આયોજન કરવામાં આવે છે. આ પુસ્તક પરબ દર વખતે સરદારબાગ ખાતે યોજવામાં આવતું હતું પરંતું આ વખતે સરદારબાગમાં રીનોવેશનનું કામ શરુ હોવાથી તારીખ 2 ફેબ્રુઆરીના રોજ યોજાનાર પુસ્તક પરબ સરદારબાગ સામે આવેલ ૐ શાંતિ સ્કૂલ ખાતે સવારે 9:00 થી 11:30 સુધી યોજવામાં આવશે. જેની નોંધ વાચકોને લેવાનું પુસ્તક પરબ ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે. અહીં 4000થી વધુ વૈવિધ્યપૂર્ણ પુસ્તકોનો ખજાનો વિનામૂલ્યે વાંચવા માટે ઉપલબ્ધ હશે.