મોરબી: કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા વિવાદિત નિવેદનને લઇ ઠેર ઠેર ક્ષત્રિય રાજપૂત સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ માહોલ વચ્ચે તારીખ 15 એપ્રિલના આજરોજ પરસોત્તમ રૂપાલા પ્રચારાર્થે મોરબીમાં મહારેલી અને મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.જેને લઇને આજે મોરબીમાં ક્ષત્રિય સમાજ અને કરણી સેનાના આગેવાનોને પોલીસ દ્વારા વહેલી સવારથી જ નજર કેદ કરવામાં આવ્યા છે. આ માગે કરણી સેનાએ જણાવ્યું હતું કે સરમુખત્યારની જેમ ભાજપના ઇશારે પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહીને મોરબીના ક્ષત્રિય સમાજના લોકો દ્વારા સખત શબ્દોમાં વખોડવામાં આવે છે.