પત્ની સાથે બોલાચાલી થતી હોય આસામના વતની યુવાને અંતિમ પગલું ભર્યુંમોરબી : મોરબીમા રહેતી ત્રિપુરા રાજ્યની વતની સ્પા ધંધાર્થી મહિલાના પતિને તેની પત્ની સાથે નાની નાની વાતમાં ઝઘડા થતા હોય કંટાળી જઈ લીલાપર રોડ ઉપર આવેલ ફ્લેટના ચોથા માળેથી કૂદી જઈ આપઘાત કરી લેતા ચકચાર જાગી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ પર આવેલ ઓમકાર રેસિડેન્સીમા બી - 403માં રહેતા મૂળ આસામના વતની એમડીહીફઝુલા અબ્હુસ સહીદ ઉ.32 નામના યુવાનને તેની સ્પા ધંધાર્થી એવી ત્રિપુરાની વતની પત્ની લાલદુસાંગીતોઈમુઈ ઉર્ફે સોનિયા સાથે અવાર નવાર નાની નાની વાતોમાં ઝઘડા થતા હોય કંટાળી જઈ ચોથા માળેથી કૂદી આપઘાત કરી લેતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.