138 જેટલા લાભાર્થીઓએ વિવિધ યોજનાઓનો લાભ લીધોમોરબી : મોરબીમાં વોર્ડ નં.13ના પૂર્વ કાઉન્સિલલર જસવંતીબેન સોનગ્રા દ્રારા એક મેગા કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આધાર કાર્ડના સુધારા (મોબાઈલ નંબર) તથા નવા 5 વર્ષથી નાના બાળકોના આધાર કાર્ડ કાઢવા તથા સુકન્યા સમૃદ્ધિ ખાતા, પબ્લિક પ્રોવિડન્ટ ખાતા, ફિક્સ ડિપોઝિટ, રેકરરિંગ ડિપોઝિટ, મહિલા સેવિંગ સર્ટિફિકેટ, સેવિંગ એકાઉન્ટ, કિસાન વિકાસ પત્ર જેવી પોસ્ટ ઓફિસની અનેક યોજનાઓનો ૧૩૮ લાભાર્થીઓએ લાભ લીધેલ હતો.આ કેમ્પને સફળ બનાવવામા પોસ્ટ ઓફિસનો સ્ટાફ પ્રજ્ઞેશભાઈ ઘોડાસરા, નથુભાઈ ચાવડા, રાહુલ તડવી, સોનલબેન, વિધીબેન, દિવ્યેશભાઈ તેમજ આ વોર્ડના કાર્યકર્તા દિનેશભાઈ સોનગ્રા, પ્રવિણભાઈ સોનગ્રા તેમજ જશાભાઇ સોનગ્રાએ પૂરો સહયોગ આપ્યો હતો. આ કેમ્પની મુલાકાત કાર્યાલય મંત્રી માવજીભાઈ કંઝારિયા , મોરબી જિલ્લા આઈટી સેલના સહ ઇન્ચાર્જ રોહિતભાઈ સોનગ્રા, બક્ષીપંચ મોરચાના મંત્રી ચિરાગભાઈ કંઝારીયા તેમજ વોર્ડ -૬ના પૂર્વ કાઉન્સિલર ભગવાનજીભાઈ કંઝારિયાએ પણ લીધી હતી.