કુલ ૪૮ વિદ્યાર્થીએ વર્ગખંડમાં મોનિટર તરીકે ઉમેદવારી નોંધાવી મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ભારતી વિદ્યાલય શાળામાં લોકશાહી પ્રણાલી મુજબ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વર્ગના મોનિટર અને GSની ચૂંટણીનું આયોજન કરવામાં આવેલ હતું. આ ચૂંટણી પ્રક્રિયામાં શાળાના ધોરણ ૬થી ૧૨ના કુલ ૪૮ વિદ્યાર્થીએ વર્ગખંડમાં મોનિટર તરીકે ઉમેદવારી નોંધાવી હતી તેમજ ૧૫ વિદ્યાર્થીઓએ શાળાના ૬ થી ૮ અને ૯ થી ૧૨ના માધ્યમમાં GS ( જનરલ સેક્રેટરી ) માટે પોતાનું નામાંકન નોંધાવેલ હતું. આ પ્રક્રિયા સૌથી જૂની અને વિશ્વસનીય પદ્ધતિ એટલે કે બેલેટ પેપરથી કરવામાં આવેલ હતી. જેમાં વિદ્યાર્થીને તેમને યોગ્ય લાગતા એક ભાઈ અને એક બેન એમ બંનેને એક - એક મત આપવાનો અધિકાર મેળવેલ હતો. આ પ્રક્રિયામાં શાળાના ધોરણ - ૬થી ૧૨ના વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહ અને ઉમંગથી ભાગ લીધો હતો. તેમજ સરેરાશ ચૂંટણી મતદાનની ટકાવારી ૮૯.૧૮ % થઇ હતી. જેમાં ધોરણ - ૧૨ના વિદ્યાર્થીઓએ દ્વારા ૧૦૦ % મતદાન કરવામાં આવ્યું હતું. જે એક ખુશીની વાત છે કે આ વિદ્યાર્થી થોડા સમયમાં મતનો અધિકાર મેળવશે અને યોગ્ય ઉમેદવારને પસંદ કરવા મત આપશે કે જેથી તેમના આ મત અધિકારની જાગૃતતાથી યોગ્ય ઉમેદવાર જીતે. અંતમાં શાળાના પ્રમુખ હિતેષભાઇ મહેતાએ કાર્યક્રમમાં હાજર આમંત્રિત મહેમાન શાળા સ્થાપક લાલજીભાઈ મહેતા, શાળાના માર્ગદર્શક કિશોરભાઈ જાની અને દિપેનભાઈ ભટ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી તે બદલ તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. અને વિદ્યાર્થીને ચૂંટણી પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી આપી ભવિષ્યમાં જ્યારે ૧૮ વર્ષની ઉંમર બાદ મત દેવાનો અધિકાર મળે તો તેમનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ તેમ જણાવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..