પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પણ શાંતિ યજ્ઞ યોજી ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવગંતોને શ્રદ્ધાંજલિ અપાઈમોરબી : 30 ઓક્ટોબર 2022નો દિવસ મોરબી માટે ગોઝારો બન્યો હતો. આ દિવસે મોરબીમાં મોતનું તાંડવ સર્જાયું હતું. જેમાં રાજશાહી વખતનો ઐતિહાસિક ઝૂલતાપૂલ તૂટી પડતા ભયાનક તારાજી સર્જાય હતી. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. ત્યારે આજે 30 ઓકટેબરે ઝૂલતાપૂલ દુર્ઘટનાની પ્રથમ વરસીએ ભાગવત કથાની પુર્ણાહુતી પ્રસંગે શાંતિ યજ્ઞ યોજી લોકોએ ભારે હૈયે પુલ દુર્ઘટનાના 135 હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપી હતી.મોરબીના ઝૂલતાપૂલ દુર્ઘટનાની આજે પ્રથમ વરસીએ દરેક મોરબીવાસીએ ઊંડા દુઃખ અને આઘાતની લાગણી વ્યક્ત કરી છે. દરેક મોરબીવાસી આજે શોકમગ્ન છે. ત્યારે ઝૂલતાપૂલ દુર્ઘટનાના 135 હતભાગીઓના આત્માની શાંતિ માટે દુર્ઘટના સ્થળે મૃતાત્માઓની શાંતિ માટે યોજાયેલી ભગવાત કથાના આજે અંતિમ દિવસે શાંતિ યજ્ઞ યોજી પીડિત પરિવારો સહિત મોટી સંખ્યામાં લોકોએ 135 હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શાંતિ યજ્ઞ યોજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.