મોરબી : તહેવારોના મહારાજા ગણાતા અને ઉજાસના મહાપર્વ સમાન દીપોત્સવીના તહેવારોને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. જોકે આમ પણ મોરબીમાં આ વખતે કોરોના મહામારીને લઈને ખૂબ ઓછા ફટાકડા સ્ટોલ જોવા મળી રહ્યા છે. ત્યારે સીટી મામલતદારે ગેરકાયદે ધમધમતા ફટાકડા સ્ટોલ ઉપર તવાઈ ઉતારી હતી અને આ અંગે તેઓએ સઘન ચેકિંગ કરીને ગેરકાયદે ફટાકડા સ્ટોલને હટાવી દેવા કાર્યવાહી શરૂ કરી હોવાનું જણાવ્યું છે. મોરબીમાં દર વર્ષે દીપોત્સવી તહેવારોમાં જ્યાં જુઓ ત્યાં ફટાકડાના સ્ટોલ જોવા મળતા હતા. જોકે મંજૂરી બહુ ઓછાને મળતી હોવા છતાં શહેરમાં બિલાડીના ટોપની જેમ ફટાકડાના સ્ટોલ ધમધમતા હતા. પણ આ વખતે કોરોનાને કારણે ફટાકડા સ્ટોલ ઉપર અસર પડી છે અને જાહેરમાં ખૂબ ઓછા ફટાકડા સ્ટોલ જોવા મળી રહ્યા છે. ત્યારે મોરબી સીટી મામલતદાર એચ.જે.રૂપાપરા દ્વારા ગઈકાલે શહેરના જુદા જુદા વિસ્તારો કેનાલ રોડ ઉપર અવની ચોકડી, શનાળા રોડના વિસ્તારોમાં ધમધમતા ફટાકડા સ્ટોલની સઘન ચકાસણી કરવામાં આવી હતી. જેમાં છ થી સાત લાયસન્સ વગરના ફટાકડા સ્ટોલને હટાવી દેવામાં આવ્યા હતા. બાકીના 6 થી 7 લાયસન્સવાળા ફટાકડા સ્ટોલના ધારકોને જ ફટાકડા વેચવા તેવી સ્પષ્ટ સૂચના આપી હતી અને સરકારની ગાઈડ લાઈન અને તમામ નિયમોનું પાલન કરવાની પણ સૂચના આપી છે. તેમજ અન્ય જગ્યા મંજૂરી વગરના ફટાકડાના સ્ટોલને હટાવવાની કામગીરી શરૂ હોવાનું જણાવ્યું છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate