મોરબી : મોરબીમાં બળાત્કાર તથા અપહરણ તેમજ પોકસો એકટ હેઠળ ગુનો નોંધાયા બાદ આરોપીને તેના ગામ ભીમાસર ખાતેથી બી ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમા પકડી પાડ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.૧૫ના રોજ ૨૦:૧૫ કલાકે મોરબી સીટી બી ડિવી.પો.સ્ટે.મા બળાત્કાર તથા અપહરણ તેમજ પોકસો એકટ હેઠળનો ગુનો રજી થયેલ હોય જે ગુનાના આરોપીને શોધી કાઢવા પો.સ્ટે.થી અલગ અલગ ટીમો પ્રયત્નશીલ હતી. દરમ્યાન ટેકનીકલ સેલ તેમજ હ્યુમન સોર્સીઝની મદદ થી ઉપરોકત ગુનાનો આરોપી પ્રકાશ મહાદેવભાઈ પઠાણ ઉ.વ. ૩૦ રહે ભીમાસર તા-અંજાર જી-કચ્છ વાળો પોતાના ગામ ભીમાસર હોવાની સચોટ બાતમી હકીકત આધારે આરોપીને ગણતરીની કલાકોમા પકડી પાડવામાં આવેલ છે.આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર કે.એમ છાસીયા, પો.હેડ.કોન્સ. બી.આર.ખટાણા, બી.આર.ખોભરા, વિજયભાઇ એન.મિયાત્રા પો.કોન્સ. બ્રિજેસભાઇ જેસંગભાઇ તથા પ્રદિપસિંહ બહાદુરસિંહ રોકાયેલ હતા.