શહેરી વિસ્તારમાં 10 મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં સરેરાશ 19 મિનિટમાં પહોંચે છે 108 : ઔદ્યોગિક હબ મોરબી જિલ્લામાં 30 એમ્બ્યુલન્સ મારફતે અપાતી ઇમરજન્સી સુવિધામોરબી : રાજ્યના વર્ષ 2007મા શરૂ થયેલી ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવાને 18 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે વર્ષ 2025 દરમિયાન મોરબી જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ ટીમ દ્વારા કુલ 23,609 ઇમરજન્સી કોલ ઓપરેટ કરી અત્યંત ગંભીર સ્થિતિમાં રહેલા 2526 લોકોને સમયસર મદદ પહોંચાડી નવજીવન આપ્યું હોવાના આંકડા સામે આવ્યા છે. ખાસ કરીને 108 દ્વારા વર્ષ દરમિયાન 23212 મેડિકલ ઇમરજન્સી, 389 પોલીસ ઇમરજન્સી અને 8 આગને લગતી ઇમરજન્સીમાં સેવા આપવામાં આવી હતી.મોરબી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ટીમે જાહેર કરેલા આંકડા મુજબ વર્ષ 2025મા કુલ 23609 ઇમરજન્સી કોલ રિસીવ કરવામાં આવ્યા હતા જેમાં મેડિકલ ઇમરજન્સીના 23212, પોલીસ ઇમરજન્સીના 389 અને ફાયર એટલે કે આગ લાગવાના બનાવમાં 8 કિસ્સામાં મદદ પહોચાડવામાં આવી હતી. 108 ટીમ દ્વારા વર્ષ દરમિયાન રોડ અકસ્માતના 3079 બનાવ, પ્રસૂતિના 8183 કેસ, હાર્ટ એટેક આવવાના 1058 બનાવ તેમજ અન્ય મેડિકલ ઇમરજન્સીમાં 1495 કોલ રિસીવ કરી સમયસર મદદ પહોંચાડી લોકોને કપરા સમયમાં સહાયરૂપ બન્યા હતા.ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં હાલમાં 108 ઇમરજન્સી માટે કુલ 30 એમ્બ્યુલન્સ કાર્યરત છે જેમા શહેરી વિસ્તારમાં કોલ આવ્યા બાદ સરેરાશ 10.19 મિનિટમાં અને ગ્રામ્ય વિસ્તારમાં સરેરાશ 18.58 મિનિટમાં કોલ આવ્યા બાદ લોકોને મદદ પહોંચાડવામાં આવી રહી છે. જિલ્લામાં સરેરાશ 16.31 મિનિટમાં જ લોકોને મેડિકલ, પોલીસ કે ફાયર સંબંધી રિસ્પોન્સ મળતો હોવાનું 108 દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.જિલ્લામાં ક્યાં કેટલી એમ્બ્યુલન્સમોરબી - 17ટંકારા -03માળીયા - 04હળવદ - 02વાંકાનેર - 04કુલ - 30પ્રસૂતિમાં કિસ્સામાં 108 દેવદૂત બનીને મદદરૂપ થાય છેમોરબી જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા વર્ષ દરમિયાન કુલ 23,609 કેસમાં ઇમરજન્સી સેવા આપવામાં આવી છે જેમાં સૌથી વધુ કોલ પ્રગનેન્સીને લગતા હોય છે. મોરબી જિલ્લામાં દૂર દરાજના ગામડા અને વાડી વિસ્તારમાં વિકટ સ્થિતિ વચ્ચે પણ અનેક બનાવમાં 108 દ્વારા સફળ પ્રસુતિ કરાવવામાં આવી છે ત્યારે વિતેલ વર્ષમાં 8183 કિસ્સામાં પ્રસૂતિને લગતા કોલ ઓપરેટ કરવામાં આવ્યા હતા. સાથે જ હાર્ટએટેકને લગતા 1058 કેસ અને ગંભીર સ્થિતિમાં હોય તેવા 2556 કેસમાં સમયસર મદદને કારણે લોકોના જીવ બચ્યા હોવાનું સામે આવ્યું છે.