મોરબી : મોરબી શહેરમાં ટોળે વળી જુગાર રમતા સાત શ્રમિકોને રોકડ રૂ. 34,950 સાથે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.' મોરબીમાં ગોપાલ સોસાયટીના નાકે જાહેરમા ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા હરીભાઇ લાલબહાદુર રાવત, મનીષસીગ રતનસીગ વિશ્વકર્મા, જીવણભાઇ નરેશભાઇ રાવલ, જબ્બરભાઇ દાનસીંગ રાવલ, હરીશભાઇ માનસીગ બોગટી, કરણભાઇ જીતબહાદુર બીકે અને વખતભાઇ કરણભાઇ રાઉલની અટકાયત કરવામાં આવી છે. પોલીસે જુગારની રેઇડ દરમ્યાન રોકડ રૂ. 34,950 જપ્ત કર્યા છે. તેમજ સાતેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ મોરબી સીટી બી ડીવીઝનમાં ગુનો નોંધી કાર્યવાહી કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..