મોરબી : મોરબીમાં સેવાભાવી અજયભાઈ લોરિયાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 'બાળઉછેર બે હાથમાં' નામનું પુસ્તક 160 આંગણવાડીમાં ભેટ રૂપે આપવામાં આવ્યું હતું. વિશ્વ મહિલા દિવસ નિમિતે ઠેરઠેર નિરર્થક ખર્ચ કરવાને બદલે ઉપયોગી બને તેવી વસ્તુની ભેટ આપી મહિલા દિવસ ઉજવવામાં આવ્યા હતા.એ જ રીતે મોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયાએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ 160 આંગણવાડીને 'બાળઉછેર બે હાથમાં' નામની પુસ્તકની ભેટ આપી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવ્યો હતો.