મોરબી : મોરબીમાં સાયન્સ વી.સી. હાઈસ્કૂલ અને ગર્લ્સ હાઇસ્કુલમાં વર્ષ 2007માં 12મુ પાસ કરી પોત પોતાની કારકિર્દી માટે અલગ અલગ રસ્તે ગયેલા 46 મિત્રોએ હોટેલ સ્પાઇસ હટ ખાતે સ્નેહમિલન યોજયુ હતું. આ વેળાએ બધા મિત્રોએ જૂની યાદો વાગોળી અને એકબીજાની વર્તમાન સ્થિતિ જાણી હળવાશની પળો માણી હતી.