અગાઉ મોટાભાઈના પુત્રએ કરેલા ઝઘડાનું સમાધાન કરવાનું કહી હુમલોમોરબી : મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતા અને અનાજ દળવાની ઘંટી ચલાવતા આધેડ ઉપર તેના જ સગા મોટાભાઈએ અગાઉના ઝઘડાનું સમાધાન કરવાનું કહી છરીના ઘા ઝીકી દેતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાનાં પીપળીયા ગામે રહેતા અને અનાજ દળવાની ઘંટી ચલાવતા ફરિયાદી ગોવિંદસિંહ નરવીરસિંહ જાડેજાએ આરોપી એવા સગા મોટાભાઇ મહિપતસિંહ નરવીરસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે,ગઈકાલે તેમના ભાઈએ અગાઉ તેમના પુત્ર સાથે થયેલ ઝઘડામાં ફરિયાદ કરી હોય જેમાં સમાધાન કરવાનું કહી છરી વડે હુમલો કરી ડાબા હાથમાં તથા ડોક ઉપર છરીના ઘા ઝીકી દેતા બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.