મોરબી : મોરબી તાલુકાના પંચાસર ગામની સીમમાં આવેલ વાડીએ લીમડાના ઝાડ સાથે ફાળિયું બાંધી બાવજીભાઈ મનજીભાઈ પરમાર ઉ.75 નામના વૃદ્ધે આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે, પોલીસની પ્રાથમિક તપાસમાં માનસિક ટેંશનમાં બાવજીભાઈએ આપઘાત કર્યો હોવાનું ખુલ્યું છે.