ગેસના ગોડાઉન પાસે સીટી એ ડિવિઝન પોલીસે પાંચ વાહનો અને દારૂનો જથ્થો કબ્જે કર્યો મોરબી : મોરબીના લાતીપ્લોટમાં સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે ફિલ્મી ઢબે દરોડો પાડતા પાંચ બુટલેગરો વિદેશી દારૂનો જથ્થો મૂકી મુઠ્ઠીઓ વાળી પલાયન થઇ જતા પોલીસે બુલેટ, એક્ટિવા અને એક્સેસ સહિતના પાંચ વાહનો અને વિદેશી દારૂ સહિત રૂપિયા 1,79,475નો મુદામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન મોરબીના લાતીપ્લોટમાં આવેલ ગેસના ગોડાઉન પાસે બુટલેગરોનો જમાવડો થયો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડતા નાસભાગના દ્રશ્યો વચ્ચે સ્થળ ઉપરથી રોયલ સ્ટગ સુપ્રીયર વ્હીસ્કીની 24 બોટલ કિંમત રૂપિયા 9600, મેકડોલ્સ નં.1 ડીલક્ષ વ્હીસ્કીની બોટલ 53 કિંમત રૂપિયા 19,875 મળી આવ્યો હતો. જો કે પોલીસને જોઈ આરોપીઓ સ્થળ ઉપર વાહનો મૂકી નાસી જતા પોલીસે દરોડા સ્થળેથી બુલેટ મો.સા રજી નં.GJ-36-K-2712, એકટીવા મો.સા રજી નં.GJ-36-AE-0897, એક્સેસ મો.સા રજી નં.GJ-36-AD-4712, એક્સેસ મો.સા રજી નં.GJ-36-AA-6346 તેમજ એક્સેસ મો.સા ચેસીસ નં.MB8DP12DGM8769560 કબ્જે કરી પાંચેય આરોપીઓને ફરાર દર્શાવી તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.