મોરબી : મોરબી સ્થિત પ્રખ્યાત અજંતા કંપનીના સ્થાપક સ્વ. ઓ. આર. પટેલ મોરબીની સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલમાં ટ્રસ્ટી હતા. વર્ષો સુધી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવા સાથે તેમને હંમેશા સદભાવના હોસ્પિટલમાં પણ તન-મન-ધનથી સેવાઓ આપી હતી. તેમની સેવાનો વારસો સંભાળતા ઓ. આર. પટેલના પુત્ર પ્રવીણભાઈ પટેલ કે ઓરપેટ ગ્રુપના સ્થાપક છે, તેમને સદભાવના હોસ્પિટલના ડોકટરે એક વેન્ટિલેટરની જરૂરત હોવાનુ જણાવ્યું હતું. વેન્ટિલેટરની જરૂરિયાત હોવાની વાત જાણતા ઓરપેટ ગ્રુપ દ્વારા તાત્કાલિક રૂ. 13 લાખની કિંમતનું વેન્ટિલેટર હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યું છે, તેમ પ્રવીણભાઈ પટેલના પુત્ર નેવીલભાઈ પટેલે યાદીમાં જણાવ્યું છે.