કુલ 7 શખ્સોની સંડોવણી : ટ્રક લઈને આવેલા 2 શખ્સની ધરપકડ, બાકીનાની શોધખોળ મોરબી : મોરબીના રાજપર રોડ ઉપર આવેલ કારખાનામાં દારૂ ભરીને ટ્રક આવવાનો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ વિઝીલન્સની ટીમ ત્રાટકી હતી અને સ્ટેટ વિઝીલન્સની ટીમે રાજપર રોડના કારખાનમાંથી રૂ. 32 લાખની કિંમતનો 622 પેટી દારૂ ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં ટ્રક લઈને આવેલા 2 શખ્સો ઉપરાંત બીજા 5 શખ્સોના નામ ખુલ્યા છે. આ પાંચેયની પોલીસે શોધખોળ હાથ ધરી છે. મોરબીના રાજપર રોડ ઉપર આવેલ આશીર્વાદ ઇમ્પેક્ષ નામના કારખાનાના ગોડાઉનમાં આજે ઈંગ્લિશ દારૂ ભરેલો ટ્રક ઉતારવાનો હોવાની ચોક્કસ બાતમી સ્ટેટ વિજિલન્સની ટીમને મળતા તેના ડીવાયએસપી કે.ટી.કામરીયા તેમજ પીએસીઆઈ એ.ડી.ચાવડાની ટીમે તુરંત જ હરકતમાં આવી આ દારૂ પકડી લેવા આજે સવારે રાજપર રોડ પર આશીર્વાદ ઇમ્પેક્ષ કારખાનામાં રેઇડ કરી હતી. પોલીસની તપાસમાં આ કારખાનાના ગોડાઉનમાં ટ્રકમાં ઈંગ્લીશ દારૂ ભરીને ઉતારવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે ત્રાટકી અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની 7464 નંગ બોટલ મળી કુલ 622 પેટી દારૂ કી. રૂ.32 લાખ અને ટ્રક નં. GJ 08 W 3871 કી.10 લાખ મળી કુલ 43 લાખ સાથે રાજસ્થાનના ટ્રક ચાલક ચુના૨ામ મોટા૨ામ ગોડારા અને રોહિતભાઈ રાજેશભાઇ બારૈયાની ધરપકડ કરી હતી. આ બન્નેની પૂછતાછ અને તપાસ બાદ આ પ્રકરણમાં મુળરાજસિંહ અજિતસિહ જાડેજા, ડેનિસકુમાર કાંતિલાલ મારવણીયા, પ્રગ્નેશ નાગજીભાઈ ગોડાસરા, વિરેનભાઈ ભગવાનજીભાઈ ગઢિયા અને રાવતરામ રહે.બાડમેરવાળાનું નામ ખુલ્યું છે. પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.