સેવાભાવી લોકોએ 13મી સુધીમાં ચીકી અને મમરાના લાડુ પહોંચાડવા ગ્રુપની અપીલ મોરબી : રોબિન હુડ આર્મી મોરબી દ્વારા મકરસંક્રાંતિના તહેવાર નિમિતે ચીકી અને મમરાના લાડુ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.આ વિતરણ કાર્યક્રમમાં લોકો પોતાની ઈચ્છાશક્તિ મુજબ ચીકી અને મમરાના લાડુ રોબિન હૂડ આર્મીને પહોંચાડી લોકોને મદદરૂપ બની શકશે. રોબિન હુડ આર્મી મોરબી દ્વારા આગામી તહેવાર મકરસંક્રાતિ પર જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનવા માટે પહેલ કરી છે.જેમાં જરૂરિયાતમંદ લોકોને ચીકી અને મમરાના લાડુ વિતરણ કરવામાં આવશે.આ વિતરણ કાર્યક્રમમાં જે લોકો ભાગીદાર બનવા ઇચ્છતા હોય એ પોતાની ઈચ્છાશક્તિ મુજબ ચીકી અને મમરાના લાડુ રોબિન હુડ આર્મીને આગામી તા.13 સુધીમાં પહોંચાડી શકે છે.જેથી રોબિન હુડ આર્મી મકરસંક્રાંતિના તહેવાર પર જરૂરિયાતમંદ લોકોને ચીકી અને મમરાના લાડુ આપી મદદરૂપ બની શકે.આ ઉપરાંત આ વિતરણ કાર્યક્રમમાં પણ જોડાઈ શકે છે.વધુ માહિતી માટે દર્શનભાઈ મો.7016162121 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..