વોકળા ઉપર પેવર બ્લોક નખાયેલ હોય ટ્રક અંદર ઘુસી ગયો, એક બાઇક પણ દબાઈ ગયુમોરબી : મોરબીમાં રાજકોટવાળી થતા સહેજમાં અટકી છે. એક વોકળા ઉપર નખાયેલ ધાબુ તોડી ટ્રક ઘુસી ગયો હતો. ઉપરાંત એક બાઇક પણ દબાઇ ગયું હતું. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી.થોડા સમય પૂર્વે રાજકોટના સર્વેશ્વર ચોકમાં વોકળા બુરીને બનાવેલ રસ્તો તૂટી પડતા અનેક લોકો નીચે પટકાયા હતા. આ ઉપરાંત એક મહિલાનું મૃત્યુ પણ થયું હતું. આવી જ દુર્ઘટના મોરબીમાં થતી અટકી છે. શહેરના બાપા સીતારામ ચોકમાં વોકળા ઉપર પેવર બ્લોક નાખેલ હોય રોડ કોન્ટ્રાક્ટરનો કપચી ભરેલ ટ્રક અંદર ઘુસી ગયો હતો. આ ઉપરાંત એક બાઇક પણ દબાઈ ગયું હતું. જો કે બાઇક ચાલક સહિત બે વ્યક્તિનો બચાવ થઈ ગયો હતો. હાલ ટ્રકને બહાર કાઢવા મથામણ ચાલી રહી છે.