લીંબુના ભાવમાં એક જ દિવસમાં રૂપિયા 50નો ભાવ વધારો : લગ્નગાળો અને ઉત્પાદન ઓછું થતા ભાવ વધારો થયાનું તારણમોરબી : હાલમાં લગ્નસરાની સીઝન ઉપરાંત સ્થાનિક કક્ષાએ શાકભાજીના વાવેતરના અભાવે ઉનાળા પહેલા જ મોરબીમાં શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળતા ગૃહિણીઓમાં કકળાટ મચી જવા પામ્યો છે, હાલમાં મોરબીમાં 25 રૂપિયા પ્રતિકિલો ગ્રામથી નીચા ભાવે એક પણ શાકભાજી મળતું નથી અને ગુવાર તેમજ લીંબુના ભાવે તો સદી વટાવી દેતા ઉનાળામાં શાકભાજીનો ભાવ ક્યાં અટકશે તેની ચિંતા ગૃહિણીઓને સતાવી રહી છે.શાકભાજીના ભાવમાં સતત ઉતાર ચડાવને કારણે સ્થાનિક ખેડૂતો શાકભાજીનું વાવેતર કરતા ન હોવાથી હાલમાં મોરબીમાં મોટાભાગના શાકભાજી મુંબઈ, નાસિક, સુરત, અમદાવાદ અને રાજકોટથી આવતા હોવાથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા શાકભાજી મોંઘા થયા છે, ઉપરાંત હાલમાં લગ્નસરાની સીઝન ણ અને ઓછી આવક વચ્ચે બટાટા, રીંગણ, લીંબુ ટમેટા સહિતના શાકભાજીના ભાવમાં પચાસ ટકાથી વધુનો વધારો થતા મોટાભાગના શાકભાજી 25 રૂપિયાથી વધુ ભાવે વેચાઈ રહ્યા છે જેમાં સૌથી વધુ ભાવ લીંબુ અને ગુવારના છે.ઉલ્લેખનીય છે કે, અગાઉ મોરબી જિલ્લામાં પાનેલી અને લખધીરપુર સહિતના ગામડાઓમાં તેમજ મોરબી શહેરના છેવાડાના વિસ્તારોમાં શાકભાજીનું મોટા પાયે વાવેતર થતું પરંતુ ધીમે ધીમે ઉદ્યોગો વધતા પ્રદુષણના કારણે શાકભાજીના વાવેતર ઘટવાની સાથે જ શાકભાજીના વાવેતર બાદ જાળવણી અને મજૂરી ખર્ચ વધવાની સાથે ગમે ત્યારે ભાવમાં ઉતાર ચડાવ આવતા હોવાથી સ્થાનિકે શાકભાજીનું વાવેતર ઘટ્યું છે.મોરબીના શાક માર્કેટમાં શાકભાજીનો વેપાર કરતા રવજીભાઈ કણઝારીયાએ જણાવ્યું હતું કે દર વર્ષે શિયાળામાં શાકભાજી સસ્તા થતા હોય છે પરંતુ આ વર્ષે ઠંડીનો માહોલ જ ન હોવાથી શાકભાજીનો ભાવ જોઈએ એટલો ઘટ્યો નહિ. બીજી તરફ શાકભાજીનું ઉત્પાદન ઘટ્યું અને માંગ વધી હોય મોરબીમાં શાકભાજીના ભાવમાં આ વર્ષે ઘટાડો જોવા મળ્યો ન હોવાનું વેપારી જણાવી રહ્યા છે.મોરબી શાકમાર્કેટમાં શાકભાજીના છેલ્લા ચાર દિવસમાં ભાવમાં થયેલ વધઘટશાકભાજી -- ચાર દિવસ પહેલાના ભાવ -- આજના ભાવબટાટા 15-18 - 25લીંબુ 100-120 -150-170મરચા 30-40 - 60ગુવાર 80-100 - 120ભીંડો 50-60 - 80વટાણા 30-40 - 60કોબીચ 15-20 -25-30રીંગણાં 25-30 - 50-60કારેલા 40-50 -70-80ગીસોડા 50-60 -80કાકળી 20-25 -40-50ડુંગળી 20-25 -40