મોરબી : મોરબીના સામાકાંઠે નજરબાગથી રફાળેશ્વર સુધીના રોડની બિસ્માર હાલત થઈ છે. જેને કારણે અહીંથી પસાર થયા વાહનચાલકો અને સ્થાનિકોને હાલાકી વેઠવી પડી રહી છે. આ અંગે તંત્ર તુરંત કાર્યવાહી કરે તેવી પ્રબળ માંગ ઉઠી છે. મોરબીનાં સામાંકાઠા વિસ્તારમાં નજરબાગથી રફાળેશ્વરને જોડતો રસ્તો અત્યંત ખરાબ હાલતમાં છે. આ રસ્તો નહિ પણ જાણે હોકળો હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને માળીયા વનાળીયાની ફાટક થી રામદેવ પીરનાં ઢોરાંની ફાટક સુધીનાં રસ્તો મગરમચ્છની પીઠથી પણ બદતર હાલતમાં છે. આ બિસ્માર રસ્તાને કારણે સ્થાનિકો ત્રસ્ત થઈ ગયા છે. અને તંત્ર દ્વારા નવા રોડની કાર્યવાહી હાથ ધરાઈ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..