મોરબી : મોરબીમાં જરૂરિયાતમંદ વિધવાઓની સેવા માટે પાટીદાર સેવા સેતુ ગ્રુપનો પ્રારંભ થયો છે. આ ગ્રુપ દ્વારા સેવાકીય પ્રવૃત્તિના પ્રથમ પ્રકલ્પ રૂપે મોરબી-1માં સર્વ જ્ઞાતિ વિધવા બહેનોને અન્નપૂર્ણા યોજના અંતર્ગત સહાય અપાશે. જરૂરિયાતમંદ વિધવા બહેનોએ યોજનાનો લાભ લેવા માટે પ્રેમજીભાઈ (97279 23523) તેમજ વશરામભાઈ (94288 12657)નો સંપર્ક કરવો. પાટીદાર સેવા સેતુ ગ્રુપ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ રવાપર રોડ, પૂજા પાન ઉપર, સુભાષ સોસાયટીની શેરી નાકા સામે, નટવર સ્પોર્ટ્સ, મોરબી ખાતે કરવામાં આવશે. આ સેવાકીય પ્રવૃત્તિઓમાં તમામ દાતાઓને સહકાર આપવા અનુરોધ કરાયો છે. વિધવા સહાય મેળવવા ઇચ્છતી બહેનોએ રાશન કાર્ડની ઝેરોક્ષ, આધારકાર્ડની ઝેરોક્ષ, પતિના મરણના દાખલાની ઝેરોક્ષ વગેરે દર મહિનાની 25 તારીખ પહેલા નિયત સ્થળે મોકલવાની રહેશે. તેમ યાદીમાં જણાવ્યું છે.