મોરબી : મોરબીના લખધીરવાસ રોડ ઉપર એક જુનવાણી દુકાનમાં પારાપેટ તૂટીને નીચે પડતા દુકાનના કર્મચારીને ઇજાઓ પહોંચી હોવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર શહેરના લખધીરવાસ રોડ પર આવેલ એક કપડા સિવવાની દુકાનના છતની પારાપેટ તૂટી હતી. જેના કારણે આ દુકાનમાં કામ કરતા એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. જેને પગલે આ વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મોરબીમાં અનેક જર્જરિત ઇમારતો છે. હજુ એક-બે દિવસ પૂર્વે જ એક સામાજિક આગેવાન દ્વારા આ ઈમારતોનો સર્વે કરાવી તેને હટાવવા મામલે તંત્રને રજુઆત કરવામાં આવી હતી. તેવામાં આ દુર્ઘટના સર્જાઈ છે.