મોરબી : મોરબી સીટી એ-ડિવીઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે ક્રિકેટનો સટ્ટો રમતો એક આરોપીને દબોચી.લીધો હતો. જ્યારે તેની પૂછપરછમાં અન્ય એક આરોપીની સંડોવણી ખુલતા પોલીસે તેને પણ ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. મોરબી સીટી એ-ડિવીઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે મોરબીના અયોધ્યાપુરી રોડ આયુષ હોસ્પીટલથી આગળ ક્રિકેટ લાઇન ગુરૂ એપ્લીકેશન મા લાઇવ મેચ નિહાળી પાઉપા અને સ્કોટલેન્ડ વનડે ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા વિમલભાઇ ભવાનભાઇ ભેસદડીયા (ઉ.વ.૨૯, રહે.મોરબી, ભકિતનગર સર્કલ, રાજેશપાર્ક, એસ્સાર પંપ પાછળ) ને રોકડા રૂ.૨૧૦૦ તથા મોબાઇલ ફોન કિ.રૂ.૧૦૦૦૦ મળી કુલ રૂ.૧૨૧૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. જ્યારે આ આરોપી બીજા આરોપી પ્રકાશભાઇ (રહે.હિરાપર, તા.ટંકારા) સાથે રનફેર જુગાર રમતો હોવાનું ખુલતા પોલીસે તેની સામે પણ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ મોરબી સીટી એ-ડીવી. પો.સ્ટે.ના પો.હેડ કોન્સ. આર.એન.મંઢ ચલાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..