મોરબી : મોરબીમાં શ્રી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના ટ્રસ્ટી દ્વારા શ્રી મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિમાં નોંધાયેલા જ્ઞાતિસભ્યોનું સ્નેહમિલન જ્ઞાતિની ભોજન શાળા ખાતે આગામી તા. 9-11-2025ને રવિવારના રોજ સાંજે 05:30 કલાકે યોજાશે. આ સ્નેહમિલનમાં ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ માટે વ્યવસ્થાના ભાગ સ્વરૂપે મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી(ભોજનશાળા), વાંકાનેર દરવાજા પાસે, સબજેલ આગળથી સવારના 10 થી 12 અને સાંજે 5 થી 7 દરમિયાન ફક્ત સંસ્થામાં નોંધાયેલા સભ્યોએ તા. 1-11-2025 થી 8-11-2025 સુધીમાં ભોજન-પાસ મેળવી લેવાના રહેશે તેમ ટ્રસ્ટી મંડળ દ્વારા યાદીમાં જણાવવામાં આવ્યું છે.