મોરબીના રવાપર રોડ ઉપર ઘરેલુ ઝઘડામાં ઉમિયા સમાધાન પંચના સભ્યોની હાજરીમાં બનેલો બનાવ મોરબી : મોરબીની રવાપર ચોકડી નજીક સગા ભાઈ-ભાભી વચ્ચે અણબનાવનો બનાવ બનતા ઉમિયા સમાધાન પંચના સભ્યોની હાજરીમાં ચાલી રહેલી વાતચિત દરમિયાન સમાધનમાં ગયેલા બહેન એટલે કે નણંદ ઉપર ભોજાય અને તેના માતા - પિતાએ હુમલો કરી અન્ય એક મહિલાને પણ માર મારતા જૂનાગઢ રહેતા ભોજાય સહિતનાઓ વિરુદ્ધ મોરબીમાં ફરિયાદ નોંધાઈ છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના એસ.પી.રોડ ઉપર શ્રીહરીટાવર બ્લોક નં.B/03માં રહેતા શિલ્પાબેન હિતેષભાઇ વિલપરાએ મોરબી સિટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેમના સગા નાનાભાઈ નલિનભાઈ અધારા અને તેમના પત્ની ભાવિકાબેન વચ્ચે અણબનાવ બનેલ હોય બન્ને છેલ્લા અઢી વર્ષથી અલગ રહે છે અને તેમના ભાભી અને તેમના માતાપિતા ગઈકાલે ઉમિયા સમાધાન પંચની હાજરીમાં મળવા આવવાના હોય જેથી શિલ્પાબેનને પણ બોલાવતા તેઓ ભાઈના ઘેર રવાપર ચોકડી ખાતે તેમના ઘેર ગયા હતા. દરમિયાન તેમના નાનાભાઈના પુત્રનું જન્મનું પ્રમાણપત્ર અને ઘરેણાં પરત આપવા અંગે ઉમિયા સમાધાન પંચની હાજરીમાં વાતચીત ચાલતી હતી ત્યારે શિલાબેનના ભાભી એવા ભાવિકાબેન નલિનભાઈ તેમના પિતા ધીરજલાલ વલ્લભભાઇ વાધરીયા અને રેખાબેન ધીરજલાલ વાધરીયા રહે. બધા જુનાગઢ તેમજ તેમની સાથે આવેલા અજાણ્યા પાચ માણસોએ ઝઘડો કરી શિલ્પાબેનને તેમજ તેમના કૌટુંબિક ભાભી રાધિકાબેન ઉપર હુમલો કરી માર મારી ઇજાઓ પહોંચાડી અને જતા જતા જોઈ લેવાની ધમકી આપી હતી. ઘટના અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે શિલ્પાબેન વિલપરાની ફરિયાદને આધારે નણંદ ભાવિકાબેન અને વેવાઈવેલા એવા તેમના માતા પિતા સહિત અજાણ્યા પાંચ માણસો વિરુદ્ધ આઈપીસી કલમ ૧૪૩, ૩૨૩, ૫૦૪, ૫૦૬ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.