મોરબી : અયોધ્યામાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બન્યું છે. અંતે સમગ્ર દેશ જેની રાહ જોતો હતો. તે ઘડી હવે નજીક આવી છે. રામલલ્લાને તા.22 જાન્યુઆરીએ બિરાજમાન કરવામાં આવનાર છે. જે નિમિત્તે મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ એન્ટિલા હિલ્સ બિલ્ડીંગ ઉપર ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને એન્ટિલા હિલ્સ પરિવાર દ્વારા 100 ફૂટનું 'જય શ્રી રામ ' લખેલું ભવ્ય બેનર લગાવવામાં આવ્યું છે.