મોરબી : મોરબીમાં કોરોનાને લઈને તંત્ર ખૂબ ગંભીરતાથી તકેદારીના પગલાઓ લેવડાવી રહ્યું છે. જેમાં ગઈકાલે અધિક જિલ્લા કલેકટર દ્વારા જે કલમ 144નું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેના મસમોટા બેનરો નહેરુગેટ અને પુલ સહિતના વિસ્તારોમાં મુકવામાં આવ્યા છે. આ બેનરોમાં જિલ્લા કાનૂની સેવા સતા મંડળ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ એ.ડી.ઓઝા અને સેક્રેટરી આર.કે.પંડ્યાએ જાહેર જનતા જોગ જણાવ્યું છે કે નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લઈને તકેદારીના ભાગ રૂપે જાહેર સ્થળોએ વધારે માત્રામાં જનસમુહને ભેગા નહિ થવા દેવા તાકીદ કરવામાં આવેલ છે. જેથી જાહેર જનતાને આ મહામારીને વધુ ફેલાવતી અટકાવવા સલામતીના ભાગરૂપે સહકાર આપવા વિનંતી કરવામાં આવે છે. મોરબી જિલ્લાની કોરોના વાયસરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Updateની એપ્લિકેશન ડોઉનલોડ કરો અને મેળવતા રહો પળે પળની અપડેટ https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Updateનું ફેસબુક પેઈજ લાઈક કરી જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ.. https://www.facebook.com/morbiupdate/