મોરબી : મોરબીના લૂંટાવદર ગામે આધેડે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વોગતો અનુસાર મુળ જાબુવા-મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના લૂંટાવદર ગામે આવેલ વાડીમાં ખેતમજૂરી કરતા કાળુભાઈ મંગલીયાભાઈ ભાભોર (ઉ.વ.૫૫) નામના આધેડે ગતરાત્રીના ૧૨ :૩૦ વાગ્યે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.