કોરોનાના સંકટને પહોંચી વળવા મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એશોસીએસન દ્વારા લેવાયો નિર્ણય મોરબી : કોરોનાના કહેરે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે.ત્યારે કોરોનાના સંકટને પહોંચી વળવા માટે તથા લોકોની સુખાકારી માટે મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એશોસીએસન દ્વારા આજથી જ તા.૩૧/૩/૨૦૨૦ સુધી ટ્રક લોડીગ અને અનલોડીંગ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.મોરબીમાં આજથી ૩૧ માર્ચ સુધી તમામ ટ્રકોનું લોડીગ-અનલોડીંગ બંધ રહેશે.જે અંગે મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએસનના પ્રમુખ પ્રભાતભાઇ ડાંગર દ્વારા દરેક ટ્રાન્સપોર્ટરને લેખિતમાં સુચના આપવામાં આવી છે. મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએસનના પ્રમુખ પ્રભાતભાઇ ડાંગરે લેખિતમાં મોરબીના તમામ ટ્રાન્સપોર્ટરને લેખિતમાં સુચના આપી છે કે હાલમાં કોરોના વાયરસ બહુ ઝડપથી ફેલાય રહ્યો છે.ત્યારે લોકોની સલામતી માટે સરકાર અને તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.જેમાં રાજ્ય સરકાર અને મોરબી જિલ્લા કલેકટરના આદેશને પગલે આજે તા.૨૨ માર્ચથી ૩1 માર્ચ સુધી તમામ પ્રકારના વેપાર ધંધા બંધ રાખવાનું ફરમાન કરાયું છે. તેથી મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસીએસન દ્વારા મોરબીની જનતાની સલામતી માટે આજથી તા.૨૨ માર્ચથી ૩1 માર્ચ સુધી ટ્રક સેવા બંધ રહેશે.જેમાં આજથી ૩૧ માર્ચ સુધી તમામ ટ્રકોનું લોડીગ-અનલોડીંગ બંધ રહેશે .જેની દરેક ટ્રાન્સપોર્ટરને નોંધ લેવા જણાવ્યું છે.