મુખ્ય બજારમાં તહેવારો નિમિતે ખરીદી કરવા આવતા લોકો ગટરના ગંદા પાણીમાં ચાલવા મજબૂર વેપારીઓના ધંધા પર માઠી અસર મોરબી : મોરબીમાં ઘણા સમયથી ગટરની સમસ્યાનો સળગતો પ્રશ્ન છે. ત્યારે તંત્રની બેદરકારીના પાપે મોરબીના નાક ગણાતા મુખ્ય બજાર વિસ્તાર નહેરુ ગેઇટ ચોકમાં ગટરની ગંદકીએ માજા મૂકી છે. મુખ્ય બજારમાં તહેવારો નિમિતે ખરીદી કરવા આવતા લોકો ગટરના ગંદા પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે. ગટરની ગંદકી ઉભરાતા વેપારીઓના ધંધા પર માઠી અસર થઈ છે. મોરબીના હાર્દ સમાન અને મુખ્ય બજાર વિસ્તાર ગણાતા નહેરુ ગેઇટ ચોકમાં ગટરની ગંદકીએ ભારે કરી છે. ખાસ કરીને હાલ સાતમ આઠમના તહેવારોના ટાંકણે જ ગટરની ગંદકી ઉભરાઈ રહી છે અને ગટરની ગંદકીએ આ મુખ્ય બજારને રીતસર બાનમાં લીધો હોય એમ ગટરના ગંદા પાણી નદીના વહેણની જેમ વહી રહ્યા છે. હાલ તહેવારોની મૌસમ હોય જુદી-જુદી વસ્તુઓની ખરીદી માટે શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અનેક લોકો નહેરુ ગેઇટ ચોકમાં આવે છે. આમ પણ આ મુખ્ય બજાર વિસ્તાર હોવાથી સામાન્ય દિવસોમાં પણ લોકોની ભીડ રહેતી હોય છે. ત્યારે તહેવારો નિમિતે ભીડ વધી ગઈ છે અને ખરીદી કરવા આવતા લોકોનર ગટરની ગંદકીમાં ચાલવા મજબુર થવું પડે છે. તેમજ વેપારીઓના ધંધા ઉપર પણ વિપરીત અસર પડે છે. આથી તહેવારોને ધ્યાનમાં લઈ પાલિકા તંત્ર આ ગટરની સમસ્યા ઉકેલવા નક્કર કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..