ભડિયાદ રોડ ઉપર નળિયાના કારખાના નજીક બનેલી ઘટના મોરબી : મોરબીના ભડિયાદ ગામની સીમના રસ્તે નળીયાના કારખાના નજીક મકાન માલિકે રૂમનું ભાડું માંગતા ભાડુઆતે ભાડું આપવાને બદલે છરીનો ઘા ઝીકી પથ્થરના ઘા મારતા ઇજાગ્રસ્ત મકાન માલિકે ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ભડીયાદ રોડ સાયન્સ કોલેજની પાછળ જીવરાજ પાર્ક સોસાયટી શેરી નંબર-૧માં રહેતા કાનાભાઇ સામજીભાઇ મુછડીયા લખધીરપુરના નાકે રહેતા આરોપી ભરતભાઈ ઉર્ફે લાલો ગૌતમભાઈ બોચીયા પાસે રૂમ ભાડાના પૈસા માંગતા ઉશ્કેરાઈ ગયેલા ભરતભાઈ ઉર્ફે લાલાએ કાનાભાઈને છરીના ઘા ઝીકી દીધા હતા. વધુમાં આરોપી ભરતભાઈ ઉર્ફે લાલાએ છરીના ઘા ઝીકવાની સાથે કાનાભાઈને છુટા પથ્થરના ઘા પણ મારતા કાનાભાઈએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ભરતભાઈ ઉર્ફે લાલા વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૭,૩૩૭,૩૨૪,૫૦૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..