વાવડી ચોકડીએ થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો : મૂળ દ્વારકા જિલ્લાના વતની એવા આરોપીની ધરપકડ મોરબી : મોરબી વાવડી ચોકડી નજીક વેફર્સ નમકીન પેઢીમાં નોકરી કરતા સેલ્સમેન કમ ડ્રાઇવરની હત્યા કરી નાખવાના બનાવમાં સીટી એ ડિવિઝન પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખી અગાઉ આ જ કંપનીમાં નોકરી કરતા યુવાને જ આ યુવાન પોતાના રૂટ ઉપર નોકરી કરે તે પસંદ ન હોય હત્યા કરી નાખ્યાની કબૂલાત આપતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.મોરબી શહેરમાં વાવડી ચોકડી નજીક પંચાસર જવાના રસ્તે વેફર્સ અને નમકીનની ફેરી કરતા મૂળ પોરબંદરના ઓડેદરના રાજેશભાઇ કાંતિલાલ જોષીની એક છોટા હાથી ગાડીમાં બોથડ પદાર્થ ના ઘા મારી અજાણ્યા શખ્સે મોતને ઘાટ ઉતારતા બનાવ અંગે પોલીસે ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરાવતા પ્રાથમિક દ્રષ્ટીએ મરણજનારનુ મોત હેડઇન્જરી તથા ગળાટુંપો આપવાથી થયાનું સામે આવતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ઇસમ વિરુધ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.બીજી તરફ તપાસ દરમ્યાન બનાવ સ્થળની આસપાસના સી.સી.ટી.વી. કેમેરા તેમજ મરણજનાર મોરબી માળીયા હાઇવે રોડ ઉપર કાવેરી સીરામીક સામે આવેલ રાધીકા સેલ્સ એજન્સી બાલાજી વેફરના હોલસેલ ના ફેરા કરતો હોય જેથી તે સ્થળથી મોરબી શહેરમા આવતા રૂટના તમામ સી.સી.ટી.વી.ચેક કરતા મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખાખરાળાં ગામના અને હાલમાં મોરબીના નવલખી રોડ ઉપર રહેતા યશપાલસિહ ભગીરથસિંહ જાડેજાની શંકાસ્પદ હાજરી જોવા માલ્ટા આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.આ રહસ્યમય ઘટનામાં આરોપીની પૂછપરછમાં કબુલ્યું હતું કે,પોતે અગાઉ આ જ પેઢીમાં વેફર્સની સેલ્સમેન તરીકે નોકરી કરતો પરંતુ મેડિકલ કારણોસર નોકરીમાંથી નીકળી ગયા બાદ મૃતક રાજેશ પોતાના રૂટ ઉપર નોકરી કરતો હોય જે પસંદ ન હોવાથી વાવડી ચોકડી પાસે આરોપી યશપાલસિંહ મળ્યો હતો અને બાદમાં ઝઘડો થતા પથ્થર વડે માર મારી હત્યા કરી નાખી હોવાની કબૂલાત આપતા પોલીસે આરોપીની ધરપકડ કરી ગણતરીની કલાકોમાં જ હત્યાના બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આ સફળ કામગીરી સીટી એ ડિવિઝન પીઆઇ હકૂમતસિંહ જાડેજા, પીએસઆઇ એ.વી.પાતળીયા, એએસઆઇ રાજદીપસિંહ રાણા, કિશોરભાઈ મકવાણા, હેડ કોન્સ્ટેબલ કિશોરભાઈ મિયાત્રા, ધર્મેન્દ્રભાઈ વાઘડિયા, કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ જાડેજા, અરજણભાઈ ગરૈયા, કપિલભાઈ ગુજ્જર, રાજદીપસિંહ ઝાલા અને રમેશભાઈ કાનગડ સહિતના સ્ટાફે કરી હતી.