પંચમુખી હનુમાનજી, નરસંગ ટેકરી અને જૂના જડેશ્વર મંદિરે ભક્તોને સિંગલ-યુઝ પ્લાસ્ટિક ટાળવા માર્ગદર્શન આપી શપથ લેવડાવાયામોરબી અપડેટ: ગુજરાત સરકારના રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન ‘સ્વચ્છ તીર્થસ્થાન – પવિત્ર ગુજરાત’ અંતર્ગત મોરબીમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ની પ્રાદેશિક કચેરી દ્વારા વિવિધ તીર્થસ્થાનોમાં સ્વચ્છતાલક્ષી વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ અભિયાન અંતર્ગત શહેરના ત્રણ મુખ્ય મંદિરો - સનાળા રોડ પર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર, રવાપર રોડ પર આવેલ નરસંગ ટેકરી મંદિર અને સ્ટેશન રોડ પર આવેલ જૂના જડેશ્વર મંદિરની મુલાકાત લેવામાં આવી હતી. અહીં દર્શનાર્થે આવતા ભક્તોને પર્યાવરણની સ્વચ્છતા, કચરાના યોગ્ય વર્ગીકરણ તેમજ સિંગલ-યુઝ પ્લાસ્ટિકના વિકલ્પો અંગે માર્ગદર્શન અને જાગૃતિ આપવામાં આવી હતી. સાથોસાથ, ભક્તજનો પાસેથી સિંગલ-યુઝ પ્લાસ્ટિકને બદલે કમ્પોસ્ટેબલ અથવા કાપડની થેલીઓનો જ ઉપયોગ કરવા માટેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી.અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ તહેવારોના દિવસોમાં મંદિર પરિસર અને તેની આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા અંગે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. ઉપરાંત, રોજિંદા કચરાના યોગ્ય નિકાલ માટે નાગરિકોમાં જવાબદારીની ભાવના વિકસાવવાનો પણ આશય છે.આ પ્રેરણાદાયક કાર્યક્રમ GPCB મોરબી પ્રાદેશિક કચેરી, કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક બેગ ઉત્પાદક એકમ GREEN PLAST BIO LLP અને ઔદ્યોગિક સલાહકાર CLIMATE CAPITAL TECHNOCRATS (BHARAT) LLP ના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ કાર્યક્રમમાં GPCB તરફથી મદદનીશ પર્યાવરણ ઈજનેર ગિરધરભાઈ રામ, મુકેશભાઈ રાઠોડ અને ચેતનભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત GREEN PLAST BIO LLP તરફથી હર્ષદભાઈ પટેલ અને આકાશભાઈ વામજા તથા CLIMATE CAPITAL TECHNOCRATS (BHARAT) LLP તરફથી પિનાકીનભાઈ વડાવિયાએ હાજરી આપી હતી.#MorbiUpdate #SwachhTirthsthan #PavitraGujarat #MorbiNews #GPCB #CleanMorbi