મોરબી : હાલમાં ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે મોરબીના ભાવિક પરિવાર દ્વારા ઘરે સ્થાપિત ગણપતિને આજે બપોરે અન્નકૂટ ભોગ ચડાવવામાં આવ્યો હતો. મોરબી નિવાસી મહેશભાઇ રાવલ તથા તેમના પરિવાર દ્વારા શુકલા નિવાસ, સાંકડી શેરી ખાતે અદભુત ડેકોરેશન સાથે ગણેશની સ્થાપના કરવામાં આવી છે. તેમજ નિત્ય દુંદાળા દેવની ભકિત કરવામાં આવે છે. આજે 16 તારીખે ગુરુવારે બપોરે 12:30 કલાકે અન્નકૂટ ભોગના દર્શન રાખેલ હતા. જેમાં પરીવારજનોએ ભક્તિભાવપૂર્વક ગણેશને વિવિધ વાનગીઓ દ્વારા અન્નકૂટ ભોગ ધરવામાં આવ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..