મોરબી : મોરબી તાલુકાના ઘુટું ગામમાં પોલીસે ઝાડ નીચે ટોળે વળી જાહેરમાં તીનપત્તી રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા છે. ઘુટું ગામમાં ગઇકાલે પોલીસે રમેશભાઇ સાલણીના મકાન પાસે લીમડાના ઝાડ નીચે જાહેરમાં ગેરકાયદેસર રીતે ગંજીપત્તાના પાના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા રમેશભાઇ મોમૈયાભાઇ સાલણી, રમેશભાઇ મોમાભાઇ ઇંગોરા, હિતેશભાઇ ધીરૂભાઇ ઉડેચા, હિતેશભાઇ પુંજાભાઇ ઉડેચા અને દિનેશભાઇ પ્રભુભાઇ સાંથલીયાને રોકડ રૂ. 31,700 સાથે ઝડપી પાડયા છે. આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..