મોરબી : મોરબી તાલુકાના જાંબુડીયા ગામમાં પોલીસે ઝાડ નીચે ટોળે વળી જુગાર રમતા પાંચ શખ્સોને પકડી પાડ્યા છે. મોરબી તાલુકા પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ જાંબુડીયા ગામે ધર્મસિધ્ધી સોસાયટીમાં શેરી નં. 2 પાસે બાવળના ઝાડ નીચે જાહેરમાં ગેરકાયદેસર રીતે ગંજીપત્તાના પાના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા સંજયભાઇ લાભશંકરભાઇ જોષી, કિરીટભાઇ મનસુખભાઇ સોલગામા, ઉદયભાઇ પ્રતાપસંગ, કરીમભાઇ અનવરભાઇ રાજાણી તથા પપ્પુભાઇ કરીમભાઇ મેઘાણીની પોલીસે અટકાયત કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 12,000 જપ્ત કર્યા છે. તેમજ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..