મોરબી : મોરબીમાં કૌટુંબિક ભત્રીજો દીકરી ભગાડી જતા દીકરીના પરિવારજનોએ કાકાને મોબાઈલ ફોનમાં તેમજ રૂબરૂ મળી ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વિસીપરામાં રહેતા અબ્બાસભાઇ જુસબભાઇ સંધવાણીનો કૌટુંબિક ભત્રીજો મોવર પરિવારની દીકરીને ભગાડી જતા આરોપી તાજુભાઇ મોવર, કાદરભાઇ મોવર અને ઇકબાભાઇ મોવર રહે. બધા મોરબી વીશીપરા મોરબી વાળાઓએ ફરિયાદી અબ્બાસભાઈને તારો ભત્રીજો કેમ અમારી દીકરીને ભગાડી ગયો છે તેમ કહી ઉશ્કેરાઈ જઈ ફોનમાં તેમજ રૂબરૂ મળી ગાળો આપી તેમને અને પરિવારજનોને જાનથી મારી નાખવા ધમકી આપતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.