જિલ્લાના ૧૦૪૫૦ મતદારો પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે : ગત વિધાનસભાની ચૂંટણી કરતા ૨૦૬૪૧ મતદારોનો વધારો મોરબી : મોરબી જિલ્લામા ગત લોકસભા ચૂંટણીની સાપેક્ષે ૮૧૨૮૦ મતદારોનો વધારો થયો છે. જ્યારે ગત વિધાનસભા કરતા આ વખતે ૨૦૬૪૧ મતદારોનો વધારો નોંધાયો છે. ઉપરાંત જિલ્લામાં ૧૦૪૫૦ મતદારો એવા છે જે પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે. મોરબી જિલ્લામા વર્ષ ૨૦૧૯મા ૭૪૫૭૩૮ મતદારો નોંધાયા છે. જેમાં મોરબી વિધાનસભા બેઠકમા ૧૩૭૮૭૧ પુરુષો, ૧૨૫૨૯૩ મહિલાઓ, ટંકારા વિધાનસભા બેઠકમાં ૧૧૯૦૧૬ પુરુષો, ૧૧૧૨૮૬ મહિલાઓ અને વાંકાનેર વિધાનસભા બેઠકમાં ૧૩૧૫૩૯ પુરુષો, ૧૨૦૭૩૩ મહિલા મતદારો નોંધાયા છે. જ્યારે ગત લોકસભાની ૨૦૧૪મા ચૂંટણી વખતેના આંકડા પર નજર કરીએ તો મોરબી વિધાનસભા બેઠકમાં ૧૨૩૮૬૮ પુરુષો, ૧૧૧૪૮૪ મહિલાઓ, ટંકારા વિધાનસભા બેઠકમાં ૧૦૮૫૩૩ પુરુષો, ૧૦૦૩૨૨ મહિલાઓ અને વાંકાનેર વિધાનસભા બેઠકમાં ૧૧૫૯૧૫ પુરુષો, ૧૦૪૩૩૬ મહિલા મતદારો નોંધાયા છે. આમ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે મોરબી જિલ્લામા ૩૪૮૩૧૬ પુરુષ અને ૩૧૬૧૪૧ મહિલા મળી કુલ ૬૬૪૪૫૮ મતદારો નોંધાયા હતા. આમ બન્ને વચ્ચેનો તફાવત જોઈએ તો મોરબી વિધાનસભા બેઠકમાં ૧૪૦૦૩ પુરુષો, ૧૩૮૦૯ મહિલાઓ, ટંકારા વિધાનસભા બેઠકમાં ૧૦૪૮૩ પુરુષો, ૧૦૯૬૪ મહિલાઓ અને વાંકાનેર વિધાનસભા બેઠકમાં ૧૫૬૨૪ પુરુષો, ૧૬૩૯૭ મહિલા મળીને કુલ ૪૦૧૧૦ પુરુષો અને ૪૧૧૭૦ મહિલાઓ એટલે કે ૮૧૨૮૦ મતદારોનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત ગત વિધાનસભાની સાપેક્ષે આ વખતે મોરબી વિધાનસભા બેઠકમાં ૭૧૯૫, ટંકારા વિધાનસભા બેઠકમાં ૫૭૮૨ અને વાંકાનેર વિધાનસભા બેઠકમાં ૭૬૬૪ મતદારોનો વધારો નોંધાયો છે. ઉપરાંત આગામી લોકસભામાં ૧૦૪૫૦ એવા મતદારો હશે જે પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં મોરબી વિધાનસભા બેઠકમાં ૧૯૯૧ પુરુષો, ૧૮૮૪ મહિલાઓ, ટંકારા વિધાનસભા બેઠકમાં ૧૫૮૫ પુરુષો, ૧૩૪૩ મહિલાઓ અને વાંકાનેર વિધાનસભા બેઠકમાં ૧૯૦૪ પુરુષો, ૧૭૪૩ મહિલા મળીને કુલ ૫૪૮૦ પુરુષો અને ૪૯૭૦ મહિલાઓનો સમાવેશ થાય છે. આગામી લોકસભાની ચૂંટણીમાં અંદાજે 150 જેટલા મતદારો એવા હશે જેની ઉંમર ૧૦૦ વર્ષથી વધુ છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en