આજે જિલ્લામાં સરેરાશ 13.6 mm વરસાદ : માળિયામાં સૌથી ઓછો 2 mm તો મોરબીમાં 10 mm વરસાદ પડ્યોમોરબી અપડેટ : મોરબી જિલ્લામાં આજે તારીખ 14/09/2026 ના રોજ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જિલ્લા કન્ટ્રોલ રૂમ, મોરબીના જણાવ્યા અનુસાર, આજે જિલ્લામાં હળવદ પંથકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. આજે સાંજે 6 થી 8 દરમિયાન બે કલાકમાં સૌથી વધુ વરસાદ હળવદ તાલુકામાં 15 mm નોંધાયો છે.આજે હળવદમાં 36 mm વરસાદ નોંધાયો છે. જ્યારે ટંકારામાં 12 mm વરસાદ નોંધાયો છે. મોરબી તાલુકામાં 10 mm વરસાદ પડ્યો છે. આ ઉપરાંત, વાંકાનેરમાં 8 mm અને માળિયામાં સૌથી ઓછો 2 mm વરસાદ નોંધાયો છે. સમગ્ર મોરબી જિલ્લાનો આજનો સરેરાશ વરસાદ 13.6 mm રહ્યો છે.મોસમમાં અત્યાર સુધી નોંધાયેલા કુલ વરસાદની વાત કરીએ તો, મોરબીમાં સૌથી વધુ 629 mm વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારબાદ હળવદમાં 515 mm, વાંકાનેરમાં 481 mm, માળિયામાં 452 mm અને ટંકારામાં 414 mm કુલ વરસાદ નોંધાયો છે. સમગ્ર મોરબી જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ 498.2 mm નોંધાયો છે.#Morbi #MorbiUpdate #MorbiRain #RainUpdate #Halvad #Tankara #Wankaner #Maliya #Monsoon2026 #MorbiNews