સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં મંદી વચ્ચે રિયલ એસ્ટેટમાં તેજી, મોરબી જિલ્લામાં એક વર્ષમાં 27557 દસ્તાવેજ નોંધાયા : સ્ટેમ્પ ડ્યુટીની રૂ. 121.55 કરોડ અને દસ્તાવેજ નોંધણીની રૂ. 18.49 કરોડની આવક થઈમોરબી : સિરામિક નગરી મોરબીમા હાલમા મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે આમ છતાં વીતેલા વર્ષ 2024મા મોરબી જિલ્લામાં મહિને 2000થી વધુ દસ્તાવેજની નોંધણી થઈ છે. સાથે જ સરકારની તિજોરીમાં દસ્તાવેજ નોંધણી અને સ્ટેમ્પ ડ્યુટી થકી રૂપિયા 140 કરોડની આવક નોંધાઇ છે.મોરબી શહેર અને જિલ્લામા વર્ષ 2024મા વેચાણ સોદાખત, દસ્તાવેજ, મોર્ગેજ , સહિતના કુલ 27,557 દસ્તાવેજની નોંધણી થઈ હતી જેમાં સૌથી વધુ દસ્તાવેજ માર્ચ મહિનામાં 2878 અને સૌથી ઓછા નવેમ્બર મહિનામાં 1661 દસ્તાવેજની નોંધણી થઈ હોવાનું મોરબી જિલ્લા નોંધણી સર નિરીક્ષકના સતાવાર આંકડા જણાવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024મા જંત્રીદરમાં વધારના સંકેત વચ્ચે માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન વેચાણ દસ્તાવેજમાં નોંધપાત્ર વધારો થયો હતો. હાલમાં પણ નવા સૂચિત જંત્રી દર સામે આવ્યા હોય લોકો નવી જંત્રી અમલી બને તે પૂર્વે દસ્તાવેજ કરાવી રહ્યા છે. બીજી તરફ દસ્તાવેજ નોંધણી થકી મોરબી જિલ્લામાંથી સરકારને દસ્તાવેજ નોંધણી પેટે રૂ.18.49 કરોડ અને સ્ટેમ્પ ડ્યુટી પેટે રૂ.121.55 કરોડ મળી કુલ રૂ.140 કરોડની આવક નોંધાઇ હતી.________________________ક્યાં મહિનામાં કેટલા દસ્તાવેજ નોંધાયા________________________જાન્યુઆરી દસ્તાવેજ : 2068સ્ટેમ્પ ડ્યુટી : રૂ.8,49,36,561નોંધણી ફી : રૂ.1,38,87,570________________________ફેબ્રુઆરી દસ્તાવેજ : 2136સ્ટેમ્પ ડ્યુટી : રૂ.8,35,66,865નોંધણી ફી : રૂ.1,31,36,240________________________માર્ચદસ્તાવેજ : 2878સ્ટેમ્પ ડ્યુટી : રૂ.18,34,80,312નોંધણી ફી : રૂ.2,68,18,310________________________એપ્રિલદસ્તાવેજ : 1946સ્ટેમ્પ ડ્યુટી : રૂ.8,65,63,587નોંધણી ફી : રૂ.1,37,96,120________________________મેદસ્તાવેજ : 2554સ્ટેમ્પ ડ્યુટી : રૂ.10,39,11,574નોંધણી ફી : રૂ.1,49,42,377 ________________________જૂન દસ્તાવેજ : 2414સ્ટેમ્પ ડ્યુટી : રૂ.9,62,27,935નોંધણી ફી : રૂ.1,45,12,276________________________જુલાઈદસ્તાવેજ :2685સ્ટેમ્પ ડ્યુટી : રૂ.11,48,87,292નોંધણી ફી : રૂ.1,66,76,780________________________ઓગસ્ટદસ્તાવેજ : 2223સ્ટેમ્પ ડ્યુટી : રૂ.10,42,39,297નોંધણી ફી : રૂ.1,46,89,812________________________સપ્ટેમ્બર દસ્તાવેજ : 2190સ્ટેમ્પ ડ્યુટી : રૂ.8,43,84,852નોંધણી ફી : રૂ.1,28,27,230________________________ઓક્ટોબરદસ્તાવેજ : 2510સ્ટેમ્પ ડ્યુટી : રૂ.10,48,63,315નોંધણી ફી : રૂ.1,75,51,894________________________નવેમ્બરદસ્તાવેજ : 1661સ્ટેમ્પ ડ્યુટી : રૂ. 6,52,89,426નોંધણી ફી : રૂ.1,05,77,265________________________ડિસેમ્બરદસ્તાવેજ : 2292સ્ટેમ્પ ડ્યુટી : રૂ.10,32,46,395નોંધણી ફી : રૂ.1,55,08,341________________________કુલદસ્તાવેજ : 27,557 સ્ટેમ્પ ડ્યુટી : રૂ.121,55,97,411 નોંધણી ફી : રૂ.18,49,24,215________________________