મોરબીમાં બેઠા પુલ ઉપર પડી જતા યુવાનનું મૃત્યુ, ઢુંવા નજીક અજાણ્યો યુવાન વોકળામાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યુંમોરબી : મોરબી જિલ્લામાં કાળચક્ર ફરી વળ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે ચાર વ્યક્તિના અલગ અલગ કારણોસર અકાળે અવસાન થતાં સંબંધિત પોલીસ મથકમાં અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી પોલીસે તપાસ શરૂ કરી છે.પ્રથમ બનાવમાં મોરબીના મહેન્દ્ર ડ્રાઇવ રોડ ઉપર બેઠા પુલ નીચે કોઈ કારણોસર પડી જતા રાજુભાઇ સોંડાભાઈ ઠુંગા ઉ.32 રહે.કાલિકા પ્લોટ, પરસોતમ ચોક વાળાનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં વાંકાનેરના ઢુંવા નજીક ફેવરિટ પલ્સ કારખાના પાછળ વોકળામા ડૂબી જતાં અંદાજે 35થી 40 વર્ષના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.ત્રીજા બનાવમાં હળવદ તાલુકાના રણમલપુર ગામે વાડી વિસ્તારમાં વીજ શોક લાગતા મહેશ કાંતિભાઈ નાયક ઉ.30 નામના ખેત શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું. ચોથા બનાવમાં ગત તા.20 નવેમ્બરના રોજ માળીયા તાલુકાના સરવડ ગામની સીમમાં ભનાભાઈ રમેશભાઈ પટેલની વાડીએ દવા છાંટતા સમયે ઝેરી દવાની અસર થતા મૂળ મધ્યપ્રદેશની વતની અનિતાબેન શોભારામ ડામોર ઉ.15 નામની સગીરાનું સારવાર દરમિયાન રતલામ મધ્યપ્રદેશ ખાતે તા.8 ડિસેમ્બરના રોજ મૃત્યુ થતા માળીયા તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news