મોરબી : ગઈકાલે તા. 4ના રાતે મોરબી જિલ્લામાં ભારે પવન સાથે છુટો-છવાયો વરસાદ આવતા પીજીવીસીએલ વીજ કંપનીના ફિડરો તકેદારીના ભાગરૂપે બંધ કરવામાં આવેલ હતા. તેમજ પવન તથા વરસાદના કારણે ઘણા ફિડરોમાં વીજ ફોલ્ટ થતા બંધ થઈ ગયેલ હતા. જેના લીધે આશરે 54 થી વધુ ગામડાઓમાં વીજપુરવઠો ખોરવાયો હતો. તેમજ મોરબી, વાંકાનેર તથા હળવદ શહેરના અમુક વિસ્તારોમાં પણ વીજ પુરવઠો ખોરવાયો હતો. આ વિસ્તારો તેમજ ગામડાઓમાં વીજપુરવઠો ચાલુ કરવા માટે પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા રાત્રે ખડેપગે રહી પાવર સપ્લાય ચાલુ કરવાની કામગીરી કરી હતી. જેથી, આ તકે પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓએ કર્મનિષ્ઠ કર્મચારીઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી.