મોરબી : મોરબીમાં જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ઘણી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ટીમે ભાગ લીધેલ હતો. સી.કે. શાહ પ્રાથમિક વિદ્યાલયની અંડર 14 ભાઈઓની ટીમએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. જે ટિમ હવે રાજ્ય કક્ષાએ જશે.કે .કે. શાહ વિદ્યાલયની અંડર 17 તેમજ અંડર 19ની ભાઈઓની ટીમે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો. એલ કે સંઘવી કન્યા વિદ્યાલયની અંડર 17 અને અંડર 19ની બહેનોની ટીમે સિલ્વર મેડલપ્રાપ્ત કરેલ છે. એલ .કે .સંઘવીના 2 વિદ્યાર્થીની રાજ્ય કક્ષા માટે જશે. એલ કે સંઘવીમાંથી રાયજાદા રિયાબા અને ઝાલા યોગિતાબાના નામ રાજ્ય કક્ષાએ રમવા માટે પસંદ થયેલ છે. તે બદલ શાળા પરિવાર તેમજ ટ્રસ્ટીગણે આ બંને વિદ્યાર્થીનીઓને બહેનોને અભિનંદન પાઠવ્યા છે.આ સાથે આ સમગ્ર ટીમને માર્ગદર્શન અને યોગ્ય તૈયારીઓ કરાવવા માટે નિકુંજભાઈ ભેસાણીયા, દર્શનભાઈ, ડહીબેન ચૌધરી, તેમજ એલ કે સંઘવીની શાળાની પૂર્વ છાત્રા સારલા વિશાખા અને ગાબુ કિંજલનો પણ શાળા પરિવારે તેમજ ટ્રસ્ટીગણે આભાર માન્યો છે.