ચૂંટણીની આદર્શ આચાર સંહિતનો ભંગ થાય એવા ગ્રુપ મેસેજ પર ચૂંટણી પ્રક્રિયા પુરી થાય ત્યાં સુધી લાગ્યો પ્રતિબંધ: મોરબી: મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન પી. જોષીએ તેમને મળેલ અધિકારની રૂએ મોરબી જિલ્લામાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતનો ભંગ થાય તેવી ગ્રુપ- બલ્ક એસ.એમ.એસ. પર પ્રતિબંધ મુકયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાય એ માટે સોશિયલ મીડિયામાં કે મોબાઈલમાં ટેક્સ્ટ ગ્રુપ મેસેજ ફેલાવવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કેતન જોષીએ પ્રતિબંધ લગાવ્યો છે. આ હુકમમાં જણાવ્યા પ્રમાણે ભુતકાળની ચૂંટણીઓમાં કેટલાક વાંધાજનક એસ.એમ.એસ (ટૂકા સંદેશ સેવા) તથા સોશ્યલ મીડીયાનો દુરુપ્રયોગ કેટલાક લોકો દ્વારા કરવામાં આવેલ તેવુ અનુભવ પરથી જણાયેલ છે. એવી જ પરિસ્થિતિ મોરબી જિલ્લાની આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં સ્થાપિત હિતો ધરાવતા શખ્સો દ્વારા કરવામાં ન આવે અને ચૂંટણીના કાયદાની જોગવાઇઓ, આદર્શ આચાર સંહિતા તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશો /સુચનાઓનો ભંગ ન થાય તે માટે ઉપરોક્ત નિર્ણય કરવામાં આવ્યો છે. મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ ચૂંટણીને દુષિત કરતી પ્રવૃત્તિઓ તાત્કાલીક અટકાવવાનું અત્યંત આવશ્યક હોય આ હુકમ કરાયાનું વધુમાં જણાવાયું છે. જેને ધ્યાને લઇ મોરબી જિલ્લા, મોરબી શહેર અને મોરબી તાલુકા સહિતના જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૦૫/૦૩/૨૦૨૧ સુધી મોબાઇલ સર્વિસ આપતી કંપનીઓએ મોરબી શહેર સહિત સમ્રગ મોરબી જિલ્લાના વિસ્તારમાં કાયદાનો ભંગ થાય તેવા તેમજ ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ થાય તેવા તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશો/સુચનાઓનો ભંગ થાય તેવા સંદેશાઓ પ્રસારિત કરવા દેવા નહિ. મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં શાંતિપુર્ણ ચૂંટણી પ્રકિયાને દુષિત કરે તેવા ગ્રુપ/બલ્ક એસ.એમ.એસ. કોઈ પ્રસારીત કરશે નહિ કે કરવા દેશે નહી. તથા રાજકીય પ્રકાર તથા સ્વરૂપના ગ્રુપ/બલ્ક એસ.એમ.એસ મતદાન પુર્ણ થવાના ૪૮ કલાક પહેલા એટલેકે, તા ૨૬/૦૨/૨૦૨૧થી ૨૮/૦૨/૨૦૨૧ સુધી સંપુર્ણપણે તેના પ્રસારણને પ્રતિબંધીત કરવાના રહેશે.