મોરબીના 8 લોકો અને વાંકાનેરના 1 કોરોનાથી સંક્રમિત : આરોગ્ય વિભાગમાં દોડધામ : જિલ્લાના અત્યાર સુધીના કુલ કેસ 93 થયા મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાનો કહેર વર્તાયો છે. કારણકે અત્યારે સાંજના અરસામાં એક સાથે 9 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેથી આજના કુલ કેસનો આંક 15એ પહોંચ્યો છે. અને અત્યાર સુધીના કુલ કેસ 93 થઈ ગયા છે. આમ જિલ્લો કોરોનાની સદીથી થોડો જ દૂર રહ્યો છે. મોરબી જિલ્લામાં આજે સાંજ સુધીમાં 6 કેસ નોંધાયા હતા. ત્યારબાદ જામનગર લેબમાંથી આવેલા રિપોર્ટમાંથી 9 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેની વિગત જોઈએ તો 8 કેસ મોરબીના છે. એક કેસ વાંકાનેરનો છે. મોરબીના કેસોમાં યદુનંદન પાર્કમાં રહેતા વિશાલ અશ્વિનભાઈ ઉ.વ. 26, શક્ત શનાળામાં રહેતા મહેન્દ્રભાઈ છગનલાલ પંડ્યા ઉ.વ.45, વાવડી રોડ પર હોલની વાળી પાસે રહેતા શિવરામભાઈ મનસુખભાઇ ડાભી ઉ.વ. 29, પુનિતનગરમાં રહેતા બિપિનભાઈ પેથાપરા ઉ.વ. 30, વિદ્યુતપાર્કમાં રહેતા જોશનાબેન શાંતિલાલ કાસુન્દ્રા ઉ.વ.55, વણકરવાસમાં રહેતા સનતભાઈ ચકુભાઈ મકવાણા ઉ.વ.54 અને શનાળા રોડ ઉપર વિઠલનગરમાં રહેતા ભીમજીભાઈ મોહનભાઇ રાઠોડ ઉ.વ.83, મોરબીમાં રહેતા સવિતાબેન પટેલ (ઉ.વ. 80) નો સમાવેશ થાય છે. જ્યારે વાંકાનેરમાં પ્રતાપચોકમાં રહેતા જય નવનિતભાઈ પંડિત ઉ.વ.27નો સમાવેશ થાય છે. 10 જુલાઈ, શુક્રવારે નવા નોંધાયેલા 15 કેસની કોરોના કેસની વિગત 1) મોરબી શહેર, દરબારગઢ વિસ્તાર, પારેખ શેરી : પ્રભાબેન બાવલાલભાઈ આડેસરા (ઉ.85) 2) મોરબી શહેર, વસંત પ્લોટ-11 : નિલાબેન પંડિત (ઉ.62) 3) મોરબી શહેર, રવાપર રોડ, વિદ્યુત પાર્ક, શેરી નં.4 : હિમંતભાઈ પ્રેમજીભાઈ પટેલ(ઉ. વ. 61) 4) મોરબી શહેર, અરિહંત સોસાયટી, શનાળા રોડ : કાંતિલાલ દામજીભાઇ કારીયા(ઉ.વ. 67) (5) હળવદ તાલુકો, ધનાળા ગામ : વિભાભાઇ ગોયલ (ઉ.વ. 59) (6) વાંકાનેર તાલુકો, વાંકિયા ગામ : આદમભાઈ ઇસાભાઇ (ઉ.વ. 60) (7) મોરબી શહેર, યદુનંદન પાર્ક : વિશાલ અશ્વિનભાઈ (ઉ.વ. 26) (8) મોરબી તાલુકો, શક્ત શનાળા : મહેન્દ્રભાઈ છગનભાઈ પંડ્યા (ઉ.વ. 45) (9) મોરબી શહેર, ભોલની વાડી, વાવડી રોડ : શિવરામભાઈ મનસુખભાઇ ડાભી (ઉ.વ. 29) (10) મોરબી શહેર, પુનિત નગર : બિપીનભાઈ પેથાપરા (ઉ.વ. 30) (11) મોરબી, જેટકો : સવિતાબેન પટેલ (ઉ.વ. 80) (12) મોરબી શહેર, વિદ્યુત પાર્ક : જોશનાબેન કાંતિલાલ પટેલ (ઉ.વ. 55) (13) મોરબી શહેર, વણકરવાસ : સનતભાઈ ચકુભાઇ મકવાણા (ઉ.વ. 55) (14) મોરબી શહેર, વિઠ્ઠલનગર, શનાળા રોડ : ભીમજીભાઈ મોહનભાઇ રાઠોડ (ઉ.વ. 83) (15) વાંકાનેર શહેર, પ્રતાપ ચોક : જયભાઈ નવનીતભાઈ પંડિત (ઉ.વ. 27)