મોરબી : લોકડાઉન ૦૩ના પ્રારંભે મોરબી જિલ્લાનો ગ્રીનઝોનમાં સમાવેશ થતા કેન્દ્રની ગાઈડલાઇન્સ પ્રમાણે ઘણી છૂટછાટો આપવામાં આવી છે. આમ છતાં સર્વસામાન્ય ગાઈડલાઇન્સ કે જે ત્રણેય પ્રકારના ઝોનમાં લાગુ પડે છે જેને અનુસરવું ફરજીયાત છે. આમ છતાં ઘણા નાગરિકો અપાયેલી છૂટછાટનો દુરુપયોગ કરતા હોય તંત્રએ બુધવારે આવા કુલ ૨૭ લોકો સામે લોકડાઉનનું સુચારુ પાલન ન કરવા બદલ ગુન્હો નોંધ્યો છે. મોરબી સીટી એ.ડીવી. વિસ્તારમાં કુલ ૧૯ લોકો સામે, બી ડીવી. વિસ્તારમાં બે પુરુષ બે મહિલા મળી ૦૪ લોકો સામે, વાંકાનેર સીટી.માં ૦૧ તથા તાલુકામાં ૦૧ સામે જ્યારે માળીયા. મી.માં ૦૨ લોકો સામે આમ કુલ મળી કુલ ૨૭ લોકો સામે કલમ ૧૮૮ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.