સાયન્સમાં 1736માંથી 124 તથા સામાન્ય પ્રવાહમાં 6621માંથી 317 વિદ્યાર્થીઓ થયા ફેઈલ મોરબી : મોરબી જિલ્લામાં સાયન્સમાં 47 અને સામાન્ય પ્રવાહમાં 191 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જેમાં સાયન્સમાં 1736માંથી 124 તથા સામાન્ય પ્રવાહમાં 6621માંથી 317 વિદ્યાર્થીઓ ફેઈલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યમાં 1,00,725 વિદ્યાર્થીઓ નોંધાયેલ હતા. જેમાંથી 1,00,575 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 831 વિદ્યાર્થીઓએ A1, 8083એ A2, 15678એ B1, 19196એ B2, 20017એ C1, 16226એ C2, 3909એ D અને 47એ E1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 16738 વિદ્યાર્થીઓ ફેઈલ થયા છે. આમ રાજ્યનું પરિણામ 83.51 ટકા આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લામાં 1736 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં 1735 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 47 વિદ્યાર્થીઓએ A1, 261એ A2, 435એ B1, 360એ B2, 310એ C1, 171એ C2, 28એ D ગ્રેડ મેળવ્યો છે. 124 વિદ્યાર્થીઓ ફેઈલ થયા છે. મોરબી જિલ્લાનું પરિણામ 92.91 ટકા આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં રાજ્યમાં 3,64,485 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 3,62,506 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 5660 વિદ્યાર્થીઓએ A1, 40331એ A2, 78882એ B1, 96370એ B2, 79860એ C1, 33800એ C2, 2436એ D અને 48એ E1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 27098 વિદ્યાર્થીઓ ફેઈલ થયા છે. રાજયનું પરિણામ 93.07 ટકા આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં મોરબી જિલ્લામાં 6621 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 6608 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 191 વિદ્યાર્થીએ A1, 1064એ A2, 1581એ B1, 1628એ B2, 1337એ C1, 479એ C2 અને 24એ D ગ્રેડ મેળવ્યો છે. 317 વિદ્યાર્થીઓ ફેઈલ થયા છે. મોરબી જિલ્લાનું પરિણામ 95.40 ટકા આવ્યું છે.ઉલ્લેખનીય છે કે 91થી 100 માર્ક રેન્જને A1, 81થી 90ને A2, 71થી 80ને B1, 61થી 70ને B2, 51થી 60ને C1, 41થી 50ને C2, 33થી 40ને D અને 21થી નીચેનાને E1 તથા E2 ગ્રેડ આપવામાં આવે છે.