માસ્ક વિના ફરતા 8, રાત્રી કરફ્યૂનું ઉલ્લંઘન કરતા 4, વધુ પેસેન્જર બેસાડતા 14 રિક્ષાચાલક, સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરતા 13 ધંધાર્થી અને મીની લોકડાઉનનું ઉલ્લંઘન કરી દુકાન ખુલ્લી રાખતા 6 વેપારી દંડાયા મોરબી: મીની લોકડાઉનની આંશિક પાબંધીનાં છેલ્લા દિવસે એટલે કે ગુરુવારે 24 કલાક દરમ્યાન મોરબી જિલ્લામાંથી પોલીસે વિવિધ કલમો હેઠળ કુલ 45 કેસ કરી તમામ સામે દંડનાત્મક કાર્યવાહી કરી હતી. ગુરુવારે મોરબી જિલ્લામાં જાહેરનામાં ભંગના કુલ 45 કેસો કરવામાં આવ્યા હતા. જેમાં મોરબી સીટી એ. ડીવીઝન પોલીસ સ્ટે. વિસ્તારમાં રાત્રી કરફ્યૂનો ભંગ કરતા 1 રાહદારી સામે, મીની લોકડાઉનનો ભંગ કરી દુકાન ખુલ્લી રાખતા 1 ઝવેલર્સ સામે, 2 ટેઇલર સામે, જુના કપડાંની ફેરી કરતા 2 રેંકડીધારક સામે, 1 મોબાઈલના દુકાનદાર સામે, માસ્ક વગર દુકાનમાં બેસેલા ચશ્માના 1 વેપારી સામે, માસ્કવિના જાહેરમાં ફરતા 3 રાહદારી સામે તથા મોરબી બી.ડિવિઝન પો. સ્ટે. વિસ્તારમાં નિયમ વિરુદ્ધ વધુ પેસેન્જર બેસાડતા 2 રિક્ષાચાલક સામે, માસ્કવિના જાહેરમાં નીકળતા 4 રાહદારી સામે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવ્યા વગર મચ્છીની દુકાને વધુ ગ્રાહકો એકઠા કરવા બદલ 1 ધંધાર્થી સામે, સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરીને એકઠા થયેલા 4 મહિલા 2 પુરુષ સામે, રાત્રી કરફ્યૂ દરમ્યાન કોઈ ખાસ કારણ વગર બાઈક લઈને બહાર નીકળેલા 3 બાઈકચાલક સામે, 1 રિક્ષાચાલક સામે અને મોરબી તાલુકા પો. સ્ટે. વિસ્તારમાં માસ્કવિના તથા વધુ પેસેન્જર બેસાડી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવામાં બેદરકારી રાખતા 1 રિક્ષાચાલક સામે વિવિધ કલમો હેઠળ ગુન્હા નોંધી પોલીસે દંડનાત્મક કાર્યવાહી કરી હતી. વાંકાનેર સીટી પોલીસે 1 રિક્ષાચાલક સામે, માસ્ક વગર દુકાને બેસીને તથા વધુ ગ્રાહકો એકઠા કરી સોશિયલ ડિસ્ટનસનું પાલન ન કરાવતા પાન માવાના 2 દુકાનદાર સામે, કટલરી સમાન વેંચતા 1 દુકાનદાર સામે, વાંકાનેર તાલુકા પોલીસે વધુ પેસેન્જર બેસાડતા 4 રિક્ષાચાલક સામે જ્યારે ટંકારા પોલીસ સ્ટે. વિસ્તારમાં 4 રિક્ષાચાલક સામે તથા માળીયા મિયાણા પોલીસ સ્ટે. વિસ્તારમાં માસ્કવિના તથા કોવિડ ટેસ્ટ કરાવ્યા વિના તથા ગ્રાહકો વચ્ચે અંતર ન જાળવતા વેપાર કરતા કરિયાણાના 1 વેપારી સામે, શાકભાજીના 1 ધંધાર્થી સામે, ચાના 1 ધંધાર્થી સામે તથા હળવદ પોલીસ સ્ટે. વિસ્તારમાં 1 રિક્ષાચાલક સામે જાહેરનામાં ભંગની વિવિધ કલમો હેઠળ દંડનાત્મક કાર્યવાહી કરી હતી.