માસ્કના 9, લોકડાઉન- કારફ્યુભંગના 17, સોશિયલ ડિસ્ટન્સભંગના 3, વધુ પેસેન્જરવાળી રિક્ષાના 6 અને કોરોના ટેસ્ટ વિના વેપાર કરતા 2 સામે દંડનાત્મક કાર્યવાહી મોરબી : દિવસ દરમ્યાન મીની લોકડાઉન અને રાત્રી કરફ્યૂના જાહેરનામા વચ્ચે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ધંધાર્થીઓને જ વેપાર કરવાની છૂટ હોવા છતાં ઘણી રેંકડીમાં ગાંઠિયા તથા કપડાંના ધંધાર્થીઓ વેપાર કરતાં નજરે ચડતા પોલીસે તમામ સામે જાહેરનામાં ભંગનો કેસ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત ગુરુવારે દિવસ રાત્રી દરમ્યાન માસ્ક વિના ફરતા કે રાત્રી કરફ્યુનું ઉલ્લંઘન કરતા લોકો પણ પોલીસની ઝપટે ચડ્યા હતા. મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કર્ફ્યૂ દરમ્યાન ગાંઠિયાની રેંકડી ખુલી રાખતા 3, ચાની રેંકડી ખુલી રાખતા 1, કપડાની રેંકડી લઈને ફરતા 5, વાસણની દુકાનમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના શાકભાજીનું વેંચાણ કરતા 1, માસ્કવિના જાહેરમાં ફરતા 2, તથા બી.ડીવી. પોલીસે મીની લોકડાઉન દરમ્યાન ઇલેક્ટ્રિકની દુકાન ખુલ્લી રાખતા 1, હાર્ડવેરની દુકાન ખુલ્લી રાખતા 1, ઓટોમોબાઇલની દુકાન ખુલ્લી રાખતા 2, શાકભાજીની રેંકડીએ વધુ લોકો એકઠા કરતા 1, કરીયાણાની દુકાને વધુ ગ્રાહકો એકઠા કરતા 1, ઓટો રિક્ષામાં નિયમ કરતા વધુ પેસેન્જર બેસાડીને નીકળતા 1, અગત્યના કામ વગર રાત્રી કરફ્યૂમાં બહાર નીકળેલા 4 લોકો સામે વિવિધ કલમો હેઠળ દંડનાત્મક કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી તાલુકા પોલીસે માસ્કવિના પિકઅપ વાહન ચલાવીને વધુ પેસેન્જર બેસાડતા 1 સામે કેસ કરી વાહન ડિટેઇન કર્યું હતું. જ્યારે વાંકાનેર સીટી પોલીસે માસ્કવિના રીક્ષા ચલાવતા તથા માસ્કનો દંડ આપવાની આનાકાની કરતા 3, માસ્ક પહેર્યાવિના દુકાને બેસીને વેપાર કરતા તથા દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતા 1, જ્યારે વાંકાનેર તાલુકા પોલીસે કોરોના ટેસ્ટ કરાવ્યાવિના દુકાને બેસીને વેપાર કરતા 1, ટંકારા પોલીસે નિયમ કરતા વધુ પેસેન્જર બેસાડીને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા 3 રિક્ષાચાલક સામે, જ્યારે માસ્કવિના જાહેરમાં ફરતા 1 સામે, માળીયા મિયાણા પો.સ્ટે.વિસ્તારમાં કોરોના ટેસ્ટ કરાવ્યા વિના પાનની દુકાને વેપાર કરતા 1, વધુ પેસેન્જર બેસાડીને નીકળેલા 2 રિક્ષાચાલક તથા હળવદ પોલીસે માસ્કવિના ફરતા 1 નાગરિક સામે વિવિધ કલમો હેઠળ દંડનાત્મક કાર્યવાહી હાથ ધરી હતી.